લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યાસ વાવાઝોડાથી અસરગ્રસ્ત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકોને મોરારીબાપુએ સહાય મોકલી

યાસ વાવાઝોડું બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું.ત્યારપછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું.જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને 1 લાખ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.આ સિવાય બંગાળમાં 3 લાખ ઘરોને નુકસાન થયું છે.આમ યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા.તેમજ જલપાઇગુડીમાં બુધવારે બપોરે 3.8 તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.ત્યારે આ પ્રકારની સ્થિતિ વચ્ચે રામકથાકાર મોરારીબાપુએ 5 લાખ રૂપિયાની સહાય આપી છે.

યાસ વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકો માટે ગુજરાતમાંથી મોરારીબાપુએ 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.જેમાં મોરારીબાપુએ ઓરિસ્સાના અસરગ્રસ્ત પરિવારો માટે 2.50 લાખ અને પશ્ચિમ બંગાળના વાવાઝોડાગ્રસ્ત લોકોને પણ 2.50 લાખ એમ કુલ 5 લાખ રૂપિયાની સહાય હનુમાનજીની પ્રસાદીરૂપે મોકલી આપી છે.આમ આ સહાય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં રામકથાના કોલકાતા સ્થિત શ્રોતા દ્વારા બંને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને વહેંચવામાં આવશે.