બંગાળની ખાડીમાં ઉદભવેલા યાસ વાવાઝોડાએ ભયંકર તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેમાં હવામાન વિભાગ પ્રમાણે વાવાઝોડું બુધવાર સવારના સમયે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા બંદરે અથડાઈ શકે છે.જેમાં વાવાઝોડું અથડાય તે પહેલા તેમજ પછી આશરે 6 કલાક સુધી તેની અસર રહેશે.ત્યારે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા હાઈકોર્ટે 26 અને 27 મેના રોજ તમામ કેસની સુનાવણી રદ્દ કરી દીધી છે.આ સિવાય પશ્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની ચેતવણી બાદ બુધવાર સવારથી કોલકાતા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. જ્યારે ઝારખંડમાં બુધવાર,ગુરૂવાર અને શુક્રવારે તથા બિહારના અનેક વિસ્તારોમાં ગુરૂવારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં પણ 26-27 મેના રોજ અનેક જગ્યાએ હળવા વરસાદની શક્યતા દર્શાવી છે.આ પ્રમાણે દક્ષિણમાં ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved