લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપીએસસીની પ્રિલીમ પરીક્ષા કોરોનાના કારણે મોકુફ કરાઇ,જે આગામી 10 ઓકટોબરના રોજ લેવાશે

યુનિયન પબ્લીક સર્વીસ કમીશનની તા.27 જુનના રોજ લેવાનારી પ્રિલીમ પરીક્ષા કોરોનાની મહામારીનાં કારણે મોકુફ રાખવામા આવી છે.ત્યારે આ સ્પર્ધાત્મક કસોટી આગામી 10 ઓકટોબરના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.આમ ગુજરાતમાં યુ.પી.એસ.સીની પરીક્ષા અમદાવાદ અને રાજકોટ એમ બે સેન્ટરો પરથી લેવામાં આવી છે.આ સિવીલ સર્વીસની પરીક્ષા માટે રાજકોટ સેન્ટર વર્ષ 2015માં મંજુર કરવામા આવ્યું હતું.આમ 10 ઓકટોબરના રાજકોટ સેન્ટર પરથી લેવાનારી યુપીએસસીની પ્રિલીમ પરીક્ષા 16 કેન્દ્રો પરથી લેવાશે. જેમાં 4027 ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધાયા છે.જે પરીક્ષામાં સવારના 11 થી 1 અને 3 થી 5 એમ 100-100 ગુણના બે પેપર લેવામાં આવશે.