લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં વિરાટ કોહલી ધોનીનો રેકોર્ડ તોડશે

વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ઉતરતાંની સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લેશે.આ સાથે તેઓ સૌથી વધુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરનાર કેપ્ટન બની જશે.આમ આ મેચમાં જીત નોંધાવતાંની સાથે તે દુનિયાના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચશે.આમ ભારતીય ટીમ 2 જૂને સાડા ત્રણ મહિનાના ઈંગ્લેન્ડ પ્રવાસે રવાના થશે.જેમાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ ઉપરાંત મેજબાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે.આ દરમિયાન એક જીતથી કોહલી સૌથી વધુ મેચમાં જીત નોંધાવનારા કેપ્ટનોની યાદીમાં વિન્ડીઝના ક્લાઈવ લોઈડને પાછળ છોડી દેશે.

આમ કેપ્ટનના તરીકે સૌથી વધુ મેચમાં જીતનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મીથના નામે છે.ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ,સ્ટીવ વો અને ક્લાઈવ લોઈડ છે.આમ ગ્રીમ સ્મિથ 109 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ ધરાવે છે.ત્યારબાદ એલન બોર્ડર 93 મેચ,સ્ટીફન ફ્લેમિંગ 80,રિકી પોન્ટીંગ 77,ક્લાઈવ લોઈડ 74 મેચ અને ત્યારબાદ ધોની અને કોહલી આવે છે.