વાવાઝોડા યાસની પૂર્વ તૈયારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી.જેમાં મંત્રી સહિતના અધિકારીઓ જોડાયા હતા.જે બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને તટીય પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખસેડવા જણાવ્યું હતું.આ સિવાય બેઠકમાં પશ્ચિમ બંગાળ,ઓડિશા, તમિલનાડુ,આંધ્રપ્રદેશ,અંડમાન-નિકોબાર અને પુડુચેરીના ચીફસેક્રેટરી અને અધિકારીઓ સામેલ થયા હતા.જેમાં રેલવે બોર્ડના ચેરમેન, એન.ડી.એમ.એના સચિવ,આઇ.ડી.એફના ચીફ સાથે ગૃહ,પાવર,શિપિંગ,ટેલિકોમ,પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ,સિવિલ એવિએશન અને ફિશરીઝ વિભાગના સચિવ,કોસ્ટ ગાર્ડ,એન.ડી.આર.એફ અને આઇ.એમ.ડીના ડી.જી પણ સામેલ થયા હતા.આમ ચક્રવાત યાસનો સામનો કરવા માટે 13 ટીમો એરલિફ્ટ કરાઇ રહી છે.આ સાથે જ ભારતીય તટરક્ષક દળ અને નોસેનાએ રાહત,શોધખોળ અને બચાવકાર્યો માટે જહાજો,હેલિકોપ્ટર્સને તૈનાત કર્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved