લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત સિવિલ અને સ્મીમેરમાં 223 દર્દીઓ નોંધાયા હતા.જ્યારે 13 લોકોનાં મોત થયા હતા

કોરોના વાયરસની મહામારી પર કાબુ મેળવ્યા બાદ સરકાર સામે મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે.ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમા 5000 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે,જે પૈકીના સુરત શહેરમાં 223 દર્દીઓ સિવિલ અને સ્મીમેરમાં જ્યારે 550થી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.આમ સતત વધી રહેલા દર્દીઓના આંકડાને પગલે આ રોગની સારવાર માટે પણ જરૂરી ઈન્જેકશનોની પણ અછત જોવા મળી રહી છે.આ સિવાય મ્યુકોરમાઈકોસિસનો ભોગ બની રહેલા નાગરિકોની સંખ્યામાં સતત વધારાને પગલે રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે.આ અત્યારસુધી સિવિલમાં 7 અને સ્મીમેરમાં 5 દર્દીઓના મ્યુકોરમાઈકોસિસને પગલે મોત નિપજ્યાં છે.