લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કેનેડાએ ભારત અને પાકની ફ્લાઇટો પરનો પ્રતિબંધ આગામી 21 જુન સુધી લંબાવી દીધો

દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જે ઇન સાથે વ્હાઇટ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી યુએસના પ્રમુખ જો બાઇડને જાહેરાત કરી હતી કે યુએસ દળો સાથે કામ કરતાં દક્ષિણ કોરિયાના સાડા પાંચ લાખ સૈનિકોને અમેરિકા કોરોનાની રસી આપશે.આ સિવાય જર્મનીમાં પણ ચાન્સેલર એન્જેલા મર્કેલે લોકોને જવાબદારીપૂર્વક વર્તવાની શીખ આપી લોકડાઉનને હળવું બનાવ્યું છે.જેમાં તેમણે બર્લિનમાં જે લોકો રસી પ્રમાણપત્ર રજૂ કરે તેમને બીયર ગાર્ડનમાં,કાફે અને રેસ્ટોરાંઓમાં જાહેરમાં ભોજન સર્વ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેવું જણાવ્યુ હતું.આ સિવાય મર્કેલે જણાવ્યું હતું કે લોકોએ માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું આવશ્યક છે.આમ અત્યારસુધીમાં જર્મનીની 40 ટકા વસ્તીને કોરોનાની રસીનો એક ડોઝ મુકી દેવામાં આવ્યો છે.આ સિવાય ભારતમાં પ્રસરેલા વેરીઅન્ટનો ચેપ કેનેડામાં ન પ્રસરે તે માટે કેનેડાએ ભાત અને પાકિસ્તાનથી આવતી ડાયરેક્ટ ફલાઇટ પરના પ્રતિબંધને આગામી 21 જુન સુધી લંબાવ્યો છે.