કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે મંજૂરી આપ્યા બાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રૂ.90 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટમાં ભરવા માટે ઓક્સિજન લીક્વિડનુ ટેન્કર પાટણ ખાતે આવ્યું છે.જેને પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા વધાવવામાં આવ્યું હતું.આમ લિક્વિડ ભરેલા ટેન્કરને યુનિવર્સિટીના ઓક્સિજન પ્લાન્ટ પર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં યુનિવર્સિટીના કાર્યકારી રજિસ્ટ્રાર ડો.ડી.એમ.પટેલે કુમકુમ તિલક અને શ્રીફળ દ્વારા પૂજાવિધિ કરતાં ઓક્સિજન પ્લાન્ટમાં ઓક્સિજન લિક્વિડ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઓક્સિજન લિક્વિડ આવતા પાટણ શહેર તથા જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved