લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / હમ આપકે હૈ કૌનના સંગીતકાર વિજય પાટિલે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધા

મૈંને પ્યાર કિયા,હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ જેવી બોલીવુડ ફિલ્મમાં મ્યુઝિક આપનારા રામ લક્ષ્મણ ફેમ વિજય પાટિલનું 78 વર્ષની ઉંમરે રાતે 1 વાગ્યે નાગપુર ખાતે અવસાન થયું છે.જ્યાં તેઓ તેમના દીકરા અમર સાથે રહેતા હતા.આમ વિજય પાટિલ અને તેમના મોટાભાઈ સુરેન્દ્ર પાટિલે વર્ષ 1975માં રામલક્ષ્મણ નામથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો,પરંતુ એજન્ટ વિનોદ (1976)માં મ્યુઝિક આપ્યા પછી સુરેન્દ્ર પાટિલનું અવસાન થયું હતું.એ પછી વિજય પાટિલે રામ લક્ષ્મણ નામથી જ સંગીત યાત્રા શરૂ રાખી હતી.આમ તેમણે હિન્દી સહિત મરાઠી ફિલ્મમાં પણ મ્યુઝિક આપ્યું હતું.આમ રામ લક્ષ્મણે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતુ જેમાં એજન્ટ વિનોદ (1976),મૈંને પ્યાર કિયા(1989),100 ડેઝ (1991),હમ આપકે હૈ કોન (1994),હમ સાથ-સાથ હૈ (1999)