લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિર આગામી 28 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું

સમગ્ર દેશ કોરોના કોવિડ-19 વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે.ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા આગામી 28 મે 2021 સુધી અંબાજી મંદિર તેમજ તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓએ યાત્રિકોના પ્રવાસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.આમ ગુજરાત સરકારના ગૃહ વિભાગના 20 મે 2021ના હુકમ અન્વયે અંબાજી મંદિર તા.28 મે-2021 સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ત્યારે ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન,અર્ચન તથા ધાર્મિકવિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે.આમ વધુમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર,અંબિકા વિશ્રામગૃહ,જગદ્દજનની પથિકાશ્રમ તથા અંબિકા ભોજનાલય પણ 28 મે 2021 સુધી બંધ કરવામાં આવે છે.