લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓક્ટો-ડિસેની સેમ-1ની પરીક્ષાઓ આગામી 8 જૂનથી શરૂ થશે

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોમ્બર ડિસેમ્બરની સ્નાતક અને અનુસ્નાતકની બાકી પરીક્ષાઓ આગામી 8 જૂનથી ઓનલાઇન લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં માર્ચ-જૂનની સેમ 2,4 અને 6ની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ થઇ છે.જેમની પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવામાં આવશે.આમ યુનિવર્સિટી દ્વારા બાકી રહેલ 2020ની ઓક્ટોમ્બર-ડિસેમ્બરની યુ.જી અને પી.જી સેમ 1 ઓનલાઇન પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવામાં આવનારી છે.જેમાં પ્રથમ સ્નાતક સેમ 1 ની 17 પરીક્ષાઓ 8 જૂનથી શરૂ થશે.જ્યારે બીજા તબક્કામાં સ્નાતક સેમ 1 ની મોકૂફ રખાયેલી 9 પરીક્ષાઓ આગામી 19 જૂનથી શરૂ થશે.આમ અનુસ્નાતક સેમ 1 ની 17 પરીક્ષાઓ 1 જુલાઈથી શરૂ થશે.જે પરીક્ષાઓ એમ.સી.ક્યુ પદ્ધતિથી લેવામાં આવશે.જેમાં દરેક પ્રશ્નના બે ગુણ ગણાશે.જેમાં ગુણ પ્રમાણે સમય આપવામાં આવશે.આમ મેડિકલ ક્ષેત્રની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થવા પામી હતી.પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષાઓ બાકી હોઈ તેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ટીવાય એબીબીએસ પાર્ટ 2 ના છાત્રોની પ્રેક્ટિકલ પરીક્ષા 31 મેના રોજથી શરૂ થશે.