રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં બે ટકાનો ઘટાડો કરીને સામાન્ય જનતાને ઇંધણના ભાવમાં કંઇક અંશે રાહત આપી છે.આમ રાજ્યના નાણા વિભાગે મોડીરાતે વેટમાં બે ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો.વેટના નવા દર ગઇકાલ મધરાતથી અમલમાં આવી ગયા છે.
આમ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નિમ્નસ્તરે રહ્યાં હોવા છતાં ભારતીય ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધારવાના ચાલુ રાખતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયા છે.જેના કારણે સામાન્ય માનવીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે 27 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો હતો.પરંતુ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરો ભિન્ન હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે.
આમ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર 32.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર 31.83 રૂપિયા એક્સાઇઝ ડયુટી વસુલ કરી રહી છે.જે પૈકી રાજ્ય સરકારને એક લિટર પેટ્રોલ પર 2.98 રૂપિયા અને એક લિટર ડીઝલ પર 4.83 રૂપિયા ચૂકવવામાં આવે છે.જે અગાઉ અનુક્રમે 9.48 રૂપિયા અને 11.33 રૂપિયા ચૂકવવામાં આવતા હતાં.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved