લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાન સરકાર વિદેશથી વેક્સિન મંગાવશે,સરકારે ગ્લોબલ ટેન્ડર પર મહોર મારી

રાજસ્થાનની ગેહલોત સરકારે કોરોનાની બીજી લહેરની ચેઈન તોડવા માટે લોકડાઉન જેવા આકરા પગલા ભર્યા છે.ત્યારબાદ વેક્સિનેશન અભિયાનમાં પણ કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે ગ્લોબલ ટેન્ડર પર મહોર મારી છે.આમ આ બાબતે મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠક 3 કલાક સુધી ચાલી હતી.જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.આ બેઠક દરમિયાન કેબિનેટે ગ્લોબલ ટેન્ડર કાઢવા અંગે મંથન કર્યુ હતું જેમાં જલ્દી ગ્લોબલ ટેન્ડર બહાર પાડીને વેક્સિનની ખરીદી કરવામાં આવે.જેથી લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવીને મહામારીથી મુક્ત કરી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.આમ સરકારે ઈન્ટરનેશનલ નર્સ દિવસના અવસર પર પ્રદેશની નર્સોને મોટી ભેટ આપી હતી.

આમ ગ્લોબલ ટેન્ડર હકીકતમાં સમગ્ર વિશ્વની કંપનીઓ માટે બહાર પાડવામાં આવતું ટેન્ડર છે.જેમાં સંબંધિત વિભાગ પોતાની વેબસાઈટ કે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા તેને બહાર પાડે છે. તેને વૈશ્વિક ટેન્ડર સાથે સંબંધિત અનેક વેબસાઈટ્સ પર જારી કરવામાં આવે છે.તેનાથી ખરીદીની પ્રક્રિયા પારદર્શી બને છે અને સૌને તક આપવામાં આવે છે.