ન્યાયાધીશ એન.વી રમન્નાએ દેશના મુખ્ય ન્યાયાધીશ પદે શપથગ્રહણ કર્યા હતા.આમ તેઓ દેશના 48માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. સી.જે.આઈ રમન્નાએ પદગ્રહણ કરતાની સાથે જ દેશમાં ન્યાયતંત્ર અને કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે 6 વરિષ્ઠ ન્યાયાધીશો સાથે બેઠક યોજી હતી.આમ તેઓએ શપથ લેતા પહેલાં આંધ્રપ્રદેશના તિરૂમાલા,તિરૂપતિ દેવસ્થાનમ અને શ્રી શૈલમ મંદિરના પૂજારીઓના આશીર્વાદ મેળવ્યા હતા.જેઓ આગામી વર્ષે 26મી ઓગસ્ટ સુધી પદ પર રહેશે.
27 મી ઓગસ્ટ 1957ના રોજ જન્મેલા રમન્ના 10 ફેબુઆરી 1983ના રોજ વકીલ બન્યા હતા.જ્યારે 2000માં તેઓને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના કાયમી જજ નિમાયા હતા.ત્યારબાદ વર્ષ 2013માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.ત્યારબાદ તેઓ દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યા અને વર્ષ 2014માં તેઓને સુપ્રીમ કોર્ટના જજ બનાવાયા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved