દેશમાં ફરી એકવખત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે.ત્યારે કેન્દ્ર સરકારની અનેક કચેરીઓ પણ તેની ઝપટે આવી ચૂકી છે જેના કારણે કેન્દ્ર સરકાર ફરી એકવખત વર્ક ફ્રોમ હોમને શરૂ કરવાની તૈયારી કરી રહી છે.આમ કોરોના વાયરસ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કહેર વરસાવી રહ્યો છે.જેમાં લાખોની સંખ્યામાં નવા કેસો આવવા લાગ્યા છે સાથે મૃતકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે એવામાં લોકોને કોરોનાના ખતરાથી ખુદને સાવચેત કરવાની જરૂર છે.
આ દરમિયાન તમામ સચિવોને મંત્રાલયમાં કામ કરનારા સ્ટાફની એટેન્ડન્સ સિસ્ટમની સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે.તેમજ ઓફિસમાં ઓછામાં ઓછા લોકોની ઉપસ્થિતિ સુનિશ્ચિંત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.આ માટે મંત્રાલયોના મુલાકાતીઓની હાજરીને પણ ઓછી કરવા કહેવાયું છે.આમ જે લોકોને ઓફિસમ ન આવવાની છૂટ હશે તેમને વર્ક ફ્રોમ હોમ માટે કહેવામાં આવી શકે છે.આ ઉપરાંત તમામ સરકારી ઓફિસોમાં માસ્ક,સેનિટાઈઝર,સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકમાં કડક પાલન થાય તેવી વ્યવસ્થા કરવા અને બિલકુલ કચાશ ન દાખવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved