દેશમાં એકતરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શહેરોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવો ડર વ્યાપી રહ્યો છે. ત્યારે પ્રવાસી મજૂરો પણ પોતાના ઘરે જઈ રહ્યા છે.આમ સતત વધી રહેલા પ્રતિબંધો વચ્ચે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે.જેમાં દિલ્હી,પુણે સહિત અન્ય વિસ્તારના પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવા લાગ્યા છે.ત્યારે દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પરત ફરતા જોવા મળી રહ્યા છે.જેમાં બિહારના કેટલાક મજૂરોએ જણાવ્યું હતું કે પાછલી વખતે લોકડાઉનમાં તેઓ દિલ્હીમાં ફસાઈ ગયા હતા પરંતુ આ વખતે તેવું ન બને તે માટે તેઓ પહેલેથી જ પોતાના ઘરે જઈ રહ્યા છે.આમ કોરોના સંકટના કારણે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.તે સિવાય અન્ય કેટલાક પ્રતિબંધો પણ મુકવામાં આવેલા છે.આ સિવાય મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,યુપી જેવા અનેક રાજ્યોએ શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો છે.જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તો વીકેન્ડ લોકડાઉન પણ ચાલી રહ્યું છે.છત્તીસગઢના રાયપુરમાં તો સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામા આવી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved