વર્તમાનમા ઇલે.વાહનોની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.જેમા વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન,ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલી જાગૃતિ,ઉત્સર્જનના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી.જે બાદ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ઇ-વ્હીકલની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે,જે અગાઉ 7240 હતી.જેમાં છેલ્લા 5 મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામા આવી રહી છે.ત્યારે સૌથી વધુ 31,561 ઈલે.વાહનો સુરતમાં નોંધાયા છે જે પછી,અમદાવાદમાં 20,937,વડોદરામાં 7,648,રાજકોટમાં 6,678 અને જામનગરમાં 3,259 વાહનો નોંધાયા છે.આમ વર્તમાનમાં રાજ્યમાં 152 ચાર્જિંગ સ્ટેશન છે ત્યારે આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved