લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / નેપાળના નાગરિક કાનૂનમાં સુધારો કરવામાં આવ્યો

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળના નાગરિક કાનૂનમાં કરવામાં આવેલા સુધારાને મંજૂરી આપી છે.આ મંજૂરી તેઓએ એવા સમયે આપી છે કે જ્યારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતની 4 દિવસની યાત્રાએ ભારત પહોંચ્યા છે.વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ભારતની યાત્રાએ જવા નીકળ્યા તેના થોડા કલાકો પૂર્વે જ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે નેપાળના નાગરિક-કાનૂનમાં કરાયેલા ફેરફારોને મંજૂરી આપી દીધી છે.ત્યારે તેના મુજબ નેપાળી નાગરિક સાથે લગ્ન કરનાર વિદેશી મહિલાને પણ તુર્ત જ નેપાળની નાગરિકતા મળી શકશે.નાગરિકતા સાથે તે મહિલાને સંપૂર્ણ રાજકીય અધિકારો પણ મળશે.આ સુધારો એ જ સંશોધન છે કે જેને પૂર્વ-રાષ્ટ્રપતિ વિદ્યાદેવે સાંસદ દ્વારા બીજીવાર મોકલવામાં આવ્યો હોવાછતાં સહમતિ આપવાનો ઇનકાર કરી દીધો હતો.નેપાળનો નાગરિક કાનૂન દુનિયાના સૌથી ઉદાર નાગરિકતા પૈકીનો એક છે.આ કાનૂનને રાષ્ટ્રપતિ પૌડેલે આપેલી મંજૂરીથી ચીન ધૂંધવાઈ ગયું છે.ભારત પછી નેપાળ વિશ્વમા સૌથી વધુ તિબેટી શરણાર્થીઓનું ઘર છે.નેપાળે કોઈ દસ્તાવેજીકરણ નથી કરાવ્યું જેથી શરણાર્થીઓની નિશ્ચિત સંખ્યા કહેવી મુશ્કેલ છે.આમ તિબેટીઓ કાઠમંડુ અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્યા છે જ્યારે ઘણા મધ્ય નગર પોખરામાં સ્થિર થયા છે.