રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં મહેસાણા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.64 ટકા જાહેર કરવામાં આવ્યુ છે.ત્યારે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ જોવા માટે વહેલી સવારથી ઓનલાઈન મારફતે ઘરેબેઠા તેમજ શાળાએ જોઇ પરિણામ જોઈ રહ્યા છે.આમ મહેસાણા જિલ્લામા ધો.12 સામાન્ય પ્રવાહમાં 16,343 વિદ્યાર્થીઓમાંથી 16,308 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે બાકીના વિદ્યાર્થીઓ અગમ્ય કારણોસર ગેરહાજર રહ્યા હતા. જેમાં 23 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ મેળવ્યો હતો અને 12 વિદ્યાર્થીઓએ ઇ 1 ગ્રેડ મેળવ્યો છે.આ સિવાય એ 2 ગ્રેડ 537 વિદ્યાર્થીઓએ મેળવ્યો,બી 1 ગ્રેડ 1626,બી2 ગ્રેડ 2938,3809એ સી 1 ગ્રેડ અને 3077 વિદ્યાર્થીઓએ સી 2 ગ્રેડ,477 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો.ત્યારે જિલ્લાના કડી સેન્ટરનું 78.31 ટકા,ખેરાલુનું 86.07 ટકા,મહેસાણા એસ્ટનું 72.83 ટકા,પિલવાઈનું 90.13 ટકા,ઊંઝા 75.06 ટકા,વિજાપુર 67.76 ટકા,વિસનગર 72.66 ટકા,નંદાસણમાં 72.75 ટકા,સતલાસણામાં 78.77 ટકા,ગોરીસણા 90.00 ટકા,ડભોડા 79.27 ટકા,વડનગર 75.07 ટકા,સરદારપુર 80.00,ખરોડ 68.59 ટકા,બિલિયા 88.64 ,મહેસાણા વેસ્ટ 71.37,કુકરવાળા 58.61,બેચરાજી 77.72,વડું 85.06,આંબલિયાસન 88.03 ટકા પરિણામ મેળવ્યું હતું.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved