નાશિકમાં બ્રીજ પરથી કાર નદીમાં પડતાં થયેલા ભીષણ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકી સહિત 3 લોકો મોતને ભેટયા હતા.જયારે 7 લોકોને ઈજાઓ થઈ હતી ત્યારે તેમને હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા.ત્યારે પોલીસે આ બાબતે નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે.અકસ્માતનો ભોગ બનેલો પરિવાર લગ્નમાંથી ઘરે પાછા આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.નાંદગાવ-માલેગાવ રોડ પર પંઝાન નદી પર આવેલા બ્રીજ પાસે અકસ્માત થયો હતો.જે કારમાં ડો.યાકુબ રમઝાન મંસૂરી જાલનાથી માલેગાંવ આવી રહ્યા હતા.જેમાં ડો.મંસૂરી કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમને ઝોકુ આવી જતા કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતુ અને કાર નદીમાં પડી જતા ડો.મંસૂરી, અફરોઝ અબ્દુલ લતીફ અને ચાર વર્ષીય શિફાનું મૃત્યુ થયુ હતું.જેમા સ્થાનિક લોકોની મદદથી મૃતક અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved