લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજે ગુજરાતના 14 જિલ્લાઓમાં મેઘરાજા જામશે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હજી ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાં માવઠાએ ખેડૂતોને પરેશાન કર્યા છે.જેમા વરસાદના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયુ છે.જેના કારણે સૌરાષ્ટ્રમાં કેરી અને પાટણના હારિજમાં બાજરીના પાકને નુક્સાન થયુ છે.આમ આજે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે.જેમાં રવી સીઝનના પાકના ભાવ નક્કી કરવા અને માવઠાને કારણે થયેલા પાકના નુકશાન અંગે ચર્ચાઓ કરવામાં આવશે.ત્યારે આ બેઠકમાં કિસાન સંઘ, કિસાન મોરચાના અધિકારીઓ હાજર રહેશે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ થયો છે.જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના અંજારમાં પોણા 2 ઈંચ થયો છે.જ્યારે સૌરાષ્ટ્રમાં ધોરાજી અને શિહોરમાં દોઢ ઈંચ વરસાદ થયો છે.જ્યારે ગારિયાધાર,ગોંડલ અને વલ્લભીપુરમાં 1 ઈંચ અને અન્ય તાલુકાઓમાં અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ થયો છે.ગુજરાતમાં હજુ આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમા દરિયાકિનારા વિસ્તારોના દરિયામાં કરન્ટ જોવા મળી શકે તેમ છે જેના કારણે દરિયાકિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામા આવી છે.જેમાં અમદાવાદ,ગાંધીનગર,ખેડા,સાબરકાંઠા,પાટણ,દાહોદ,મહીસાગર,પંચમહાલ,કચ્છ, બનાસકાંઠા,અરવલ્લી,અમરેલી સહિત ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.