લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વાપીમા મંડપ ડેકોરેશનની દુકાન અને ગોડાઉનમાં આગ લાગી

વાપીના મચ્છી માર્કેટમાં આવેલી મંડપ ડેકોરેશનની દુકાન તેમજ ગોડાઉનમા શનિવાર રાત્રે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.ત્યારે તેની બાજુમાં આવેલી ચાલીમાં રહેતા રહીશો બહાર નિકળી ગયા હતા.જેમાં લાશકરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.આમ વાપીના મચ્છી માર્કેટમાં અજમેરી મંડપ ડેકોરેશનની દુકાન આવેલી છે.જ્યાં અચાનક આગ સળગી ઉઠી હતી જેણે જોતજોતામાં ગોડાઉનને પણ લપેટમાં લઈ લેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.જે આગને પગલે પાલોકાના બે બંબા ઘટનાસ્થળે પહોંચી ગણતરીના ક્લાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો.જે બનાવમાં દુકાન અને ગોડાઉન આગમાં સ્વાહા થઇ જતા અજમેરી પરિવારની મહિલા તેમજ સભ્યો ચોધાર આસુએ રડતા જોવા મળ્યા હતા.ત્યારે આ આગ કયા કારણોસર લાગી ? તે અંગે કોઇ કારણ બહાર આવ્યું નથી.