લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારનું કેબિનેટ વિસ્તરણ થશે

આજે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારનુ કેબિનેટ વિસ્તરણ થશે.જેમાં કોંગ્રેસ હાઈકમાન્ડે મંત્રી બનાવવાના નેતાઓના નામોને મંજૂરી આપી દીધી છે.ત્યારે આજે નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે.જે શપથગ્રહણ સમારોહ સવારે 11:45 કલાકે રાજભવન ખાતે યોજાશે.કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી.કે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નામો ફાઈનલ કરવામાં આવ્યા છે.આ અગાઉ ગત 20 મેના રોજ સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી તરીકે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.આ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે સહિત આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.આ કેબિનેટ વિસ્તરણ સાથે મંત્રીઓની સંખ્યા 34 થઈ જશે.