લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અમૃતસર એરપોર્ટ પર 4 ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ

પંજાબના અમૃતસર એરપોર્ટ પર એક પછી એક 4 ફ્લાઈટ્સનુ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.જે બાદ રાત્રે અમૃતસર એરપોર્ટથી લગભગ 2 વાગ્યે મોકલવામાં આવ્યા હતા.રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીનું હવામાન ખૂબ ખરાબ થઈ ગયું હતું.જેના કારણે 11 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.ત્યારે આ 11 ફ્લાઈટ્સનું દેશના અલગ-અલગ શહેરોમા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.જેમાંથી એક અમૃતસર એરપોર્ટ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમા જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો.જેના કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકને અસર થઈ હતી.ત્યારે ખરાબ હવામાનને કારણે 9 ડોમેસ્ટિક જ્યારે 2 ઈન્ટરનેશનલ ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી તેમાંથી 4 ફ્લાઈટ્સ અમૃતસર,3 ફ્લાઈટ્સ જયપુર અને આ સિવાય અન્ય ફ્લાઈટ્સ અમદાવાદ,ઈન્દોર,ચેન્નાઈ અને ગ્વાલિયરમાં લેન્ડ કરવાની હતી.