લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનમાં ટીપુ સુલતાનની તલવાર રૂ.142 કરોડમાં વેચાઈ

મૈસૂરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજીએ અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.લંડનમાં ઈસ્લામિક અને ઈન્ડિયન આર્ટ સેલમાં તેની રૂ.142.8 કરોડમા હરાજી કરવામાં આવી હતી.આ તલવારે હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે.ટીપુ સુલતાનની તલવારની હરાજીનું આયોજન કરનાર બોનહેમ્સે જણાવ્યું હતું કે તલવાર અપેક્ષા કરતાં અનેક ગણી વધુ કિંમતમાં વેચાઈ હતી.વર્ષ 1782 થી 1799 સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને સુખેલા કહેવામાં આવે છે જે શક્તિનું પ્રતીક છે.વર્ષ 1799ના મે મહિનામાં શ્રીરંગપટનમ ખાતે ટીપુ સુલતાનના શાહી કિલ્લાના વિનાશ બાદ તેના મહેલમાંથી ઘણા શસ્ત્રો દૂર કરવામાં આવ્યા હતા.જે શસ્ત્રોમાં કેટલાક હથિયારો તેની ખૂબ નજીકના ગણાતા હતા.ટીપુ સુલતાનની તલવાર સ્ટીલની બનેલી છે અને તેના પર સોનાથી સુંદર કોતરણી કરવામાં આવી છે.આ તલવાર 18મી સદીમાં બની હતી.આ સોળમી સદીમાં ભારતમાં રજૂ કરવામાં આવેલા જર્મન બ્લેડના મોડેલ પછી મુઘલ તલવાર નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી હતી.આ તલવારને શિલ્પકારઓએ પકડવાની જગ્યાએ સુંદર રીતે સોનાની નક્સી બનાવવામાં આવી છે.આમ ટીપુ સુલતાન ટાઈગર ઓફ મૈસૂર તરીકે ઓળખાય છે.