લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બ્રિટનના પ્રેસ્ટનના મેયર યાકુબ પટેલ બન્યા

ગુજરાતમાં જન્મેલા યાકૂબ પટેલને બ્રિટનની લંકાશાયર કાઉન્ટીના શહેર પ્રેસ્ટનના નવા મેયર પસંદ કરવામાં આવ્યા છે.યાકુબ પહેલા એક કાઉન્સિલર અને સ્થાનિક સમુદાયના સક્રિય સભ્ય હતા.તેમનો જન્મ ગુજરાતના ભરૂચ જિલ્લામાં થયો હતો.જેઓ ઇસ.1976માં વડોદરા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ બ્રિટન જતા રહ્યા હતા.યાકુબ પટેલે ઉત્તરી ઈંગ્લેન્ડના લંકાશાયર કાઉન્ટીના શહેર પ્રેસ્ટનના નવા મેયર તરીકે પદભાર સંભાળ્યો છે.મે 1979માં પ્રેસ્ટન કોર્પોરેશન સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.જે બાદ પ્રથમવાર 1995માં શહેરના એવેનહમ વોર્ડ માટે લેબર પાર્ટીના કાઉન્સિલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને તે પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈતિહાસમાં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર બન્યા હતા.પ્રેસ્ટનના મેયર શહેરના ફર્સ્ટ સિટીઝન તરીકે કાર્ય કરે છે,જેનું તાત્પર્ય એ છે કે તેઓ શહેર તરફથી બોલે છે અને તેમની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે.તેઓ નાગરિક અને ઔપચારિક કાર્યક્રમોમાં સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પ્રેસ્ટન સિટી કાઉન્સિલર તરીકે આ સમુદાયોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક ચૂંટાયેલી ભૂમિકાનું પ્રતીક છે અને એકવાર પસંદગી થયા બાદ એક વર્ષ માટે ડેપ્યુટી મેયર તરીકે સેવા કર્યા બાદ એક વર્ષ માટે મેયર તરીકે સેવા માટે કાઉન્સિલનો ભાગ હોય છે.