લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બિહાર અને કર્ણાટકમાં આંધી સાથે ભારે વરસાદ થયો

ભારતીય ચોમાસામાં આ વર્ષે અલ-નીનો વિલન બનવાની આશંકા વચ્ચે બંગાળના અખાતમા નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ સમયસર રહ્યો છે.ત્યારે તે પુર્વે કર્ણાટક અને બિહાર જેવા રાજયોમાં આંધી સાથે ભારે વરસાદ થતાં 10 લોકોના મોત થયા હતા.આ સાથે જ બેંગલોર પાણી-પાણી થઈ ગયું હતુ.જ્યારે બીજીતરફ બિહારમાં હવામાને મિજાજ બદલ્યો હોય તેમ રાજયના અનેક ભાગોમાં આંધી તેમજ વિજળીના કડાકા સાથે ભારે વરસાદ થતા વ્યાપક તારાજી સર્જાઈ હતી.જેના કારણે કોસી,સિમાંચલ,પુર્વ તથા ઉતર બિહારના ક્ષેત્રોમાં જનજીવન પ્રભાવિત થયુ હતું.કૃષિક્ષેત્રને વ્યાપક નુકશાન થયું હતું.ત્યારે રાજય સરકારે મૃતકોના પરિવારોને રૂ.4-4 લાખની સહાય આપવાનું જાહેર કર્યુ છે.આ સિવાય હવામાન વિભાગ દ્વારા રાજયના 19 જીલ્લાઓમાં કરા સાથે ભારે વરસાદની ચેતવણી આપીને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.બેતીયા-પુણીયા જેવા શહેરોમાં તેજ પવન ફુંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા.દિલ્હી તથા ઉતરપ્રદેશમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.