લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બાઇડેન અમેરિકન સંસદના સ્પીકર સાથે સીધી મંત્રણા કરશે

અમેરિકાના પ્રમુખ અમેરિકન સંસદના સ્પીકર કેવિન મેકકેર્થી સાથે સીધી વાત કરવાની યોજના બનાવી રહ્યાં છે.જેમા દેવાની મર્યાદા વધારવા માટે વિરોધ પક્ષ સાથે બંધ પડેલી મંત્રણા ફરી શરૂ થાય તે આશાએ અમેરિકાના પ્રમુખ અમેરિકન સંસદના સ્પીકરને મળશે.આમ વર્તમાનમા અમેરિકન પ્રમુખ જી-7 બેઠક માટે વિદેશ પ્રવાસે છે.જેમાં વિરોધ પક્ષના સાંસદો મોટા પ્રમાણમાં ખર્ચમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યાં છે.ત્યારે તેમાં ખાધ ઘટાડવાના અન્ય તમામ વિકલ્પો વિરોધ પક્ષના સાંસદોએ ફગાવી દીધા છે.બાઇડેન વર્તમાનમાં જી-7 બેઠક માટે જાપાનમા છે.અમેરિકન સરકારનું દેવું વધીને રૂ.31 લાખ કરોડ ડોલર થઇ ગયું છે.ત્યારે તેમાં આગામી 1 જૂન સુધી દેવાની મર્યાદા વધારવામાં નહીં આવે તો અમેરિકા ડિફોલ્ટ થાય તેવી શક્યતાઓ પણ ઉભી થઇ છે.