આજથી શ્રીનગરમા સુરક્ષા વચ્ચે જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠક શરૂ થશે.જેમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.ત્યારે ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.આ બેઠકને લઈ લાલચોક સહિતના વિસ્તારોમાં એન.એસ.જી કમાન્ડોએ ધામા નાખ્યા છે.ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે.આ સિવાય આંતરરાષ્ટ્રીય બોર્ડર થી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે.રાજ્યના કઠુઆ,સાંબા,જમ્મુ, કુપવાડા અને બાંદીપોરા સહિતના સરહદી જિલ્લાઓમાં જવાનોને,આઈ.બી અને એલ.ઓ.સી પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે.જ્યારે બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન રહેશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે.આ સાથે ઈકો ટુરીઝમ પર પણ અલગથી સેશન યોજાશે.જી-20મા હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ,મુગલ ગાર્ડનની મુલાકાત લેશે.આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved