લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / હવામાન વિભાગે યુપી સહિતના રાજ્યો અંગે હીટવેવ એલર્ટ જારી કર્યું

દેશના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.તેવા સમયે દેશના મોટાભાગના રાજ્યોનુ તાપમાન 42 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી વચ્ચે નોંધી શકાય છે.આ દરમિયાન હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે.જેમાં રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યો માં હવામાન સ્પષ્ટ રહેશે આ સાથે અમુક રાજ્યોમાં હીટવેવને લઈને એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યુ છે.જેમાં રાજસ્થાનના અમુક સ્થ ળો પર મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધુ રહેવાનુ અનુમાન છે.જેમા જયપુર,દૌસા,અલવર, ભરતપુર,કરૌલી જિલ્લો અને તેની આસ પાસના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ શકે છે.ઉત્તર પ્રદેશમાં હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યના જુદા-જુદા ભાગોમાં લૂની સંભાવના વ્યક્ત કરી છે.આ સિવાય કેટલાક જિલ્લાઓમાં લૂના કારણે યેલો એલર્ટ જારી કરાયુ છે.ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ,ચમોલી,બાગે શ્વર,પિથૌરાગઢ,ચમ્પાવત અને અલ્મોડામાં ખૂબ સામાન્ય વરસાદની શક્યતા છે.આ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.હરિયાણા,પંજાબ,છત્તીસ ગઢ,મધ્યપ્રદેશ,બિહાર,ઝારખંડ,ઓડિશા,પશ્ચિમ બંગાળ,ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ,કર્ણાટક,તમિલનાડુ અને તેલંગાણાના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા જોવા મળી છે.આ સિવા ય મધ્યપ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાના અણસાર જોવા મળી રહ્યા છે.અરૂણાચલ પ્રદેશ,નાગાલેન્ડ,મણિ પુર,મિઝોરમ,ત્રિપુરા,ઉપ-હિમાલય,પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળીની સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે.આસામ અને મેઘાલય ના અમુક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે.આ સિવાય હિમા લય પ્રદેશ,જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેટલાક સ્થળો પર વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.