લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમાં બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે

સુરતમાં તાપી નદી પરના બ્રિજને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વચ્યુઅલ ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવશે.આ બ્રિજનુ લોકાર્પણ થતા અમરોલી બ્રિજનું ભારણ હળવું થઈ જશે અને ટ્રાફિક સમસ્યામાં પણ મહદઅંશે ઘટાડો થશે.આમ વર્તમાનમાં અમરોલી બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘણુ વધી ગયું છે અને પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે.સુરત શહેરમાં પાલિકા દ્વારા અત્યારસુધીમાં 119 બ્રિજ બનાવ્યા છે તેના કારણે સુરત બ્રીજ સીટી તરીકે ઓળખાઇ રહી છે અને હવે તાપી નદી પર વધુ એક બ્રિજનું લોકાર્પણ થતાં સુરતમાં બ્રિજની સંખ્યા 120 થઈ જશે.આ બ્રિજને રૂ.118 કરોડના ખર્ચે બનાવવા માટે મંજુરી આપવામા આવી હતી.આ બ્રિજની કામગીરી 24 માસમાં પૂરી કરવાની હતી પરંતુ કોરોના અને નજરરૂપ જગ્યા મળવામાં વિલંબ થતાં કામગીરીમા થોડાસમય માટે બ્રેક લાગી ગઈ હતી.