મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામા સવારે 4:00 વાગ્યે મક્સી અને કાયથા વચ્ચે પેસેન્જર બસ અને ટ્રોલી વચ્ચે અથડામણ થઈ હતી.જેમા 4 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકો ઘાયલ થયા છે.ત્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ શાજાપુર ખાતે મોકલવામાં આવ્યા છે.બીજીતરફ આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે ઉજ્જૈન રીફર કરવામાં આવ્યા છે.આમ અમદાવાદ તરફ જઈ રહેલી પેસેન્જર બસ ટ્રોલી સાથે અથડાઈ હતી.ત્યારે સ્લીપર કોચ બસમાં સૂઈ રહેલા ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.જે મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે.આ અકસ્માતની માહિતી મળતા મક્સી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે ઉજ્જૈન મોકલવામાં આવ્યા હતા.ત્યારે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved