કર્ણાટકની 224 વિધાનસભા બેઠકની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે,ત્યારે બપોર સુધીમાં 45 ટકા જેટલુ મતદાન થયુ છે.ત્યારે આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિ-પાંખીયો ચૂંટણી જંગ ચાલી રહ્યો છે.ત્યારે આ ચૂંટણીમાં 5.2 કરોડ મતદાતાઓએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નકકી કરશે.ત્યારે આ ચૂંટણી દરમ્યાન 1.56 લાખ પોલીસો બંદોબસ્તમાં જોડાયા છે.જેમાં 304 ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ,991 ઈન્સ્પેકટર્સ,2601 સબ ઈન્સ્પેકટર્સ,5803 આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર્સ, 46,421 હેડ કોન્સટેબલ પોલીસ કોન્સટેબલ અને 8500 હોમગાર્ડઝના જવાનો બંદોબસ્તમાં જવાનો તૈનાત છે.આ સિવાય 650 સીએપીએફ કંપનીનાં જવાનો તૈનાત છે.આમ આ ચૂંટણી જંગમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્બાઈ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયા,કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર જેડીએસનાં પ્રમુખ એચ.ડી કુમારસ્વામી જેવા અનેક નેતાઓ મેદાનમાં જોવા મળી રહ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved