સી.બી.એસ.ઈ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાઓ મે-2021થી શરૂ થઈ થવા જઈ રહી છે.ત્યારે કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે નિષ્ણાતો પરીક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે બીજીબાજુ સી.બી.એસ.ઈએ વિદ્યાર્થીઓને મોટી છૂટ આપવાનું એલાન કર્યું છે.ત્યારે આ દરમિયાન સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પોતાની પ્રાયોગિક પરીક્ષાઓમાં વ્યસ્ત છે.એવામાં બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરતાં પ્રાયોગિક પરીક્ષામાં રાહત આપવાની જાહેરાત કરી છે.આમ અત્યારે સ્કૂલોમાં પ્રાયાગિક પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી રહી છે.આ દરમિયાન બોર્ડે વિદ્યાર્થીઓનું એક વર્ષ બરબાદ થતું બચાવવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
જેમાં બોર્ડ તરફથી કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં સંપૂર્ણ છૂટ આપવાનો નિર્ણય લીધો છે.બોર્ડે વાલીઓની ચિંતાઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખતાં આદેશ જારી કર્યો છે કે જે પણ વિદ્યાર્થી અત્યારે કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે પ્રેક્ટિકલ પરીક્ષામાં ભાગ લેવામાં સમર્થ નથી તેને પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં બેસવા માટે વધુ એક તક આપવામાં આવશે.જેમાં સંક્રમિત થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એપ્રિલ-2022મા તેમજ તે પછી લેખિત પરીક્ષાઓ બાદ પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved