વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામની પુરાતન દીવાદાંડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આમ રાજયની 16 દીવાદાંડીનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થનાર છે.જેમાં કચ્છના નાના રણના સીમાડે આવેલી ઝીંઝુવાડાની દીવાદાંડી અદભુત છે.જે દીવાદાંડી સમુદ્રકાંઠાથી 100 કી.મી દૂર છે.આમ ગામના પથ્થરો તથા કેટલાંક પુરાતન માળખા એવુ સુચવે છે કે એક વખત અહી વ્યસ્ત બંદર હતું.આમ આ દીવાદાંડી 11 મી સદીમાં બંધાયાનું મનાય છે.
આમ સમગ્ર દેશમાં 71 દીવાદાંડીઓનો પ્રવાસનસ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે.જેમાની 16 ગુજરાતમાં છે.દીવાદાંડીમાં મ્યુઝીકલ,થિયેટર, કાકોટેરીયા,ચિલ્ડ્રન પાર્ક,કોટેજ વગેરે વિકસાવી પ્રવાસન સ્થળ ઉભુ કરાશે.આમ સમગ્ર દેશમાં 195 લાઈટહાઉસ છે.જેમાના 71ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.જેમાં સૌથી વધુ 16 ગુજરાતમાં છે.જ્યારે 11 જેટલી દીવાદાંડી તો 75 વર્ષથી પણ વધુ જુની છે.આમ 33 જેટલી દીવાદાંડીનાં હેરીટેજનો દરજજો આપવામાં આવ્યો છે.આમ ઝીંઝુવાડા ગામનું નામ 1200 વર્ષ પુર્વે ઝુંઝા રબારી નામની વ્યકિત પરથી પડયુ હતું.આમ બંદર,તળાવ સહીતનાં વિવિધ માળખા એકવખતના તેના મહત્વ તથા ભૌગોલીક લોકેશનને દર્શાવે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved