લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ સગાઈ કરી

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીએ 12 માર્ચે હીરાના વેપારીની પુત્રી સાથે સગાઈ કરી હતી.દિવા જૈમિન શાહની જીત અદાણી સાથે સગાઈ થઈ ગઈ છે.આ સગાઈ અમદાવાદમાં થઈ હતી.સગાઈ સમારોહ માટે જીત અને દિવાએ પેસ્ટલ શેડ્સના પરંપરાગત પોશાક પહેર્યા હતા.જેમાં ફક્ત નજીકના મિત્રો તેમજ પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.દિવા સી.દિનેશ એન્ડ કંપની પ્રા.ના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે.જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.તેઓ 2019માં અદાણી ગ્રૂપમાં જોડાયા હતા અને વર્તમાનમાં તેઓ ગ્રૂપ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ છે.જીત અદાણીએ સ્ટ્રેટેજિક ફાઇનાન્સ,કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીનું ધ્યાન રાખીને ગ્રુપ સી.એફ.ઓનિ ઓફિસમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.