Error: Server configuration issue
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના રાજીનામાના એક દિવસ બાદ રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા છે.ત્યારે તીરથસિંહ રાવત ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે.આમ છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડમાં ધારાસભ્યોની નારાજગીને પગલે હાઈકમાન્ડે નેતૃત્વમાં બદલાવ કરવાનો નિર્ણય કરી લીધો હતો.ત્યારે ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજભવન જઈને બેબી રાની મૌર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
તીરથસિંહ રાવત વર્તમાનમાં પૌડી ગઢવાલથી સાંસદ છે તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે.સાંજે 4 વાગ્યે ઉત્તરાખંડમાં તેમનો શપથગ્રહણ સમારોહ યોજાશે.તીરથસિંહ પણ સંગઠન નિષ્ણાત હોવાનું જણાય છે.વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેન્દ્રસિંહ રાવતને પસંદ કર્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved