ફ્રાન્સના અબજપતિ ઓલિવિયર ડસોલ્ટનું એક હેલિકોપ્ટર દૂર્ઘટનામાં નિધન થયું છે.તેઓ ફ્રાન્સની સંસદના સભ્ય હતા.તેમણે 69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનએલ મૈક્રોએ ડસોલ્ટના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે.ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની સંપતિના માલિક સર્જ ડસોલ્ટના સૌથી મોટા પુત્ર હતા.તેમની કંપની રાફેલ ફાઈટર પ્લેન બનાવે છે.જેને તાજેતરમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.રાજકીય કારણોસર અને હિતોના ટકરાવથી બચવા તેમણે ડસોલ્ટ બોર્ડમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું.આમ ઓલિવિયર ડસોલ્ટના આકસ્મીક નિધન પર રાષ્ટ્રપતિ મૈક્રોએ ટવીટ કર્યું કે ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સને પ્રેમ કરતા હતા.દેશમાં ઉદ્યોગ,નેતા,વાયુસેનાના કમાન્ડર તરીકે સેવા કરી હતી તેમનું નિધન થવું દેશ માટે મોટી ક્ષતિ છે.તેમના પરિવાર તેમજ પ્રિયજનો પ્રત્યે હું ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરું છું.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved