રાજ્યમાં ધીમેધીમે ગરમીનો પારો વધી રહ્યો છે.જેમાં રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.આગામી દિવસોમાં હજુપણ ગરમીનો પારો વધુ ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.ત્યારે બીજીતરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.આમ અમદાવાદમાં ગરમીનો પારો 37.5 ડિગ્રી,ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડિસામાં 36.4 ડિગ્રી,વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડિગ્રી,વડોદરામાં 36.6 ડિગ્રી,સુરતમાં 35.5 ડિગ્રી,અમરેલીમાં 37.8 ડિગ્રી,ભાવનગરમાં 35.2 ડિગ્રી,રાજકોટમાં 37.6 ડિગ્રી,સુરેંદ્રનગરમાં 37.8 ડિગ્રી,મહુવામાં 35.6 ડિગ્રી,કેશોદમાં 35.2 ડિગ્રી,ભૂજમાં 35 ડિગ્રી નોંધાયું હતું.
આમ માર્ચની શરૂઆતથી જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે સવારના સમયે ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ આકરો ઉનાળો શરૂ કરશે.હવામાન વિભાગ અનુસાર આગામી 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે.ત્યારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતું.ત્યારે અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved