Error: Server configuration issue
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનુ વીડિયો કોન્ફ્રન્સ દ્વારા શુભારંભ કરતાં કહ્યું હતું કે રમત કોઇ ટેવ કે ટાઇમ પાસ નથી,પરંતુ આમાં અમે ખેલભાવના,જીત માટે નવા માર્ગ શોધવા અને સતત જીતથી ઘણું શીખીએ છીએ.તે ખેલાડીઓના જીવન અને તેમની રહેણીકરણીને પણ પ્રભાવિત કરે છે.આમ ખેલો ઇન્ડિયા-વિન્ટર ગેમ્સના બીજા ભાગની શરૂઆત થઇ રહી છે.જે વિન્ટર ગેમ્સમાં ભારતની ઉપસ્થિતિ સાથે જમ્મુ-કાશ્મીરને એક મોટું હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.આમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પોર્ટ્સને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.જેમાં પહેલાં સ્પોર્ટ્સ માત્ર વધારાની એક્ટિવિટી તરીકે માનવામાં આવતું હતું.પરંતુ હવે સ્પોર્ટ્સ અભ્યાસક્રમનો ભાગ છે સ્પોર્ટ્સના ગ્રેડ પણ બાળકોના શિક્ષણમા કાઉન્ટ થશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved