ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે.આમ આ બન્ને ટીમો વચ્ચે પ્રથમ પિંકબોલ ટેસ્ટ હશે.આમ કોહલી ટેસ્ટમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે ઘણા રેકોર્ડ બનાવી શકે તેમ છે.જો ભારતીય ટીમ મોટેરા ટેસ્ટ જીતી લેશે તો કોહલની કેપ્ટનશીમા ઘરઆંગણે ભારતની 22મી ટેસ્ટ જીત હશે.આમ વિરાટ કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ જીતનાર મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાખશે.આમ વિરાટ અને ધોની કેપ્ટન તરીકે 21-21 ટેસ્ટ જીતીને બરાબરી પર છે.પૂર્વ કેપ્ટન અઝહરૂદ્ધીન 13,સૌરવ ગાંગુલી 10,સુનીલ ગાવસ્કર 7 જીત સામેલ છે.ત્યારે મોટેરા ટેસ્ટ જીતીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનવાનો મોકો છે.
આ ઉપરાંત કોહલી કેપ્ટન તરીકે વધુ એક રેકોર્ડ તોડી શકે છે.જેમાં કોહલી મોટેરામાં સદી ફટકારે છે તો તે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિગનો કેપ્ટન તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી શકે છે.આમ કેપ્ટન તરીકે કોહલીની આ 42મી સદી હશે.વર્તમાનમાં કોહલી અને પોન્ટિગના 41-41 શતક છે.આ ઉપરાંત કોહલીની પાસે ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠા બેટ્સમેન બનવાનો પણ મોકો છે.કોહલીએ અત્યારસુધીમાં 41 ટેસ્ટમાં 3703 રન બનાવ્યા છે. જ્યારે દિલીપ વેંગેસકર 3725 રન સાથે છઠ્ઠા સ્થાને છે,લક્ષ્મણ 3767 રન બનાવ્યા છે.આમ દેશમાં સૌથી વધુ રન બનાવવામા સચિન 7216 રન,દ્રવિડે 5598,સુનિલ ગાવસ્કરે 5067,વિરેન્દ્ર સહેવાગે 4656 રન બનાવ્યા છે.
મોટેરામાં કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક હજાર રન પૂરા કરી શકે છે.આમ 12 ટેસ્ટમાં 850 રન બનાવ્યા છે.આમ ભારત તરફથી રહાણેએ 15 મેચમાં 1061 રન બનાવ્યા છે.જ્યારે રોહિત શર્માએ 890 રન બનાવ્યા છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved