સાઉદી અરેબિયાની મહિલાઓ હવે સેનામાં પણ સામેલ થઈ શકશે.જેમાં સરકારે મહિલાઓને સેનાના ત્રણેય અંગ એટલે કે આર્મી,એરફોર્સ અને નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી હતી.
આમ સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલય મુજબ મહિલાઓ સૈનિક,લાન્સ નાયક,નાયક,સાર્જન્ટ અને સ્ટાફ સાર્જન્ટના પદ માટે અરજી કરી શકે છે.સાઉદી અરેબિયાએ આ પગલું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 અંતર્ગત ઉઠાવ્યું હોવાનું મનાય છે.ક્રાઉન પ્રિન્સ મહિલાઓને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધારવા સુધારાઓને અંજામ આપી રહ્યા છે.
આમ મહિલાઓએ સેનામાં સામેલ થવા માટે ઉંમર અને લંબાઈ સંબંધી માપદંડો પૂરા કરવા પડશે.જે મહિલાઓએ શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હોય તેઓ જ અરજી કરી શકશે.તેમજ વિદેશી પુરૂષો સાથે લગ્ન કરનારી મહિલાઓને સેનામાં સામેલ નહીં કરવામાં આવે.મહિલાઓએ એડમિશન પ્રક્રિયા પાસ કરવી પડશે અને તેઓ કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતી હશે તો અરજી રદ્દ થઈ જશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved