પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસની વધી રહેલી કિંમતો વચ્ચે ડુંગળીના ભાવોમાં વધારાના કારણે ઘરેલું બજેટ ખોરવાયું છે.આ સાથે જ છૂટક માર્કેટમાં ડુંગળીની કિંમત 50 રૂપિયા પ્રતિકિલો સુધી પહોંચી ગઈ છે.સરકારને આશા છે કે આગામી માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધશે એટલે ભાવ ઘટી જશે.આ સાથે જ કેન્દ્ર સરકાર બફર સ્ટોક દ્વારા રાજ્યોને ડુંગળી પહોંચાડી શકે છે.આમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીની કિંમતોમા વધારો જોવા મળી રહ્યો છે.આ બંને પ્રદેશોમાં વરસાદ અને કરા વરસવાના કારણે ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે.આ કારણે એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં ડુંગળીની કિંમત 4,200 રૂપિયા પ્રતિક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે.
આ સિવાય દિલ્હીમાં ડુંગળીની કિંમતોમાં 20 દિવસમાં 10 થી 15 રૂપિયાનો વધારો થયો છે.આમ માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધવા સાથે કિંમતો ઘટશે તેવી આશા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved