નાગાલેન્ડની વિધાનસભામાં રાજ્યના ગઠનના 58 વર્ષોમાં પ્રથમવાર રાષ્ટ્રગાન સાથે સત્રની શરૂઆત થઈ હતી.જેમાં એકાદ સપ્તાહ પહેલા 13મી વિધાનસભાના 7મા સત્રની શરૂઆતમાં રાજ્યપાલ આર.એન રવિના અભિભાષણ પહેલા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવતા ઈતિહાસ રચાયો હતો.આમ 1 ડિસેમ્બર,1963ના રોજ નાગાલેન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.જેમાં જાન્યુઆરી 1964માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી યોજાતા ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં આવી હતી.આમ રાજ્યમાં 11 ફેબ્રુઆરી,1964ના રોજ પ્રથમ વિધાનસભાની રચના થઈ હતી.પરંતુ રાજ્યની વિધાનસભામાં કદી ‘જન ગણ મન’ની ધૂન નહોતી ગુંજી.
આમ વિધાનસભાના સ્પીકર શારિંગેન લોંગકુમેરે આ વખતે રાજ્યપાલના અભિભાષણ પહેલા રાષ્ટ્રગાન વગાડવાનો નિર્ણય લીધો હતો અને તે માટે મુખ્યમંત્રી નેફિયૂ રિયોના નેતૃત્વવાળી સરકારની સહમતિ લેવામાં આવી હતી.ત્યારબાદ 12મી ફેબ્રુઆરીએ 7મા સત્રની શરૂઆત પહેલા રાજ્યપાલના આગમન વખતે પ્રથમ વખત રાષ્ટ્રગાન વગાડવામાં આવતા માસ્ક પહેરીને ઉપસ્થિત રહેલા ધારાસભ્યોએ એકસાથે ઉભા થઈને તેનું સન્માન પણ કર્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved