લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસકાંઠા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું 79.38 ટકા પરિણામ આવ્યુ

આજ સવારે 8 કલાકે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 79.38 ટકા જાહેર થયું છે.ત્યારે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ જોવા વહેલી સવારે ઓનલાઈન મારફતે ઘરેબેઠા તેમજ શાળાએ જઇ જોઈ રહ્યા છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં 30 વિદ્યાર્થીઓએ એ 1 ગ્રેડ મેળવ્યો છે.જ્યારે 965 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવ્યો છે.3444 એ બી 1 ગ્રેડ,6270 એ બી 2 ગ્રેડ,7305એ સી 1 ગ્રેડ અને 4610 વિદ્યાર્થીઓએ સી 2 ગ્રેડ,565 વિદ્યા ર્થીઓએ ડી ગ્રેડ,જ્યારે 2 વિદ્યાર્થીઓએ ઇ 1 ગ્રેડ મેળવ્યો છે.