ગુજરાત રાજ્યમાં હાલ ૧૪૫ સરકારી અને ૧૭૫૪ ગ્રાન્ટેડ સ્કૂલમાં અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવી છે.હજુપણ રાજ્યની ૭૯૮ સરકારી અને ૧૪૮૭ ગ્રાન્ટેડ સ્કૂલોને ઈન્ટરનેટ સુવિધા ફાળવી શકાઈ નથી.જેથી હવે આ સ્કૂલોને ઈન્ટરનેટ કનેકશન માટે માસિક ગ્રાન્ટ અપાશે.
આમ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યમા સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઈન્ટરનેટ કનેકશનની સુવિધા માટે બીએસએનએલને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો.પરંતુ નવેમ્બર અંત સુધી રાજ્યમાં માત્ર ૧૪૫ સરકારી અને ૧૭૫૩ ગ્રાન્ટેડ સ્કૂલોને જ ઈન્ટરનેટ કનેકશન આપવામા આવ્યા છે.જેથી કંપની દ્વારા જે ૭૯૮ સરકારી અને ૧૪૮૭ ગ્રાન્ટેડ સ્કૂલોને ઈન્ટરનેટ સેવા પુરી પાડવામા આવી નથી તેવી સ્કલોને હવે જે તે જિલ્લામાં સૌથી સારી ઈન્ટરનેટ સુવિધા પુરી પાડતી એજન્સી મારફતે શાળાકક્ષાએ સેવાઓ મેળવવા તેની ગ્રાન્ટ શાળાને ફાળવવાનું નક્કી કરવામા આવ્યુ છે.
આમ આ યોજના અંતર્ગત સ્કૂલને માસિક મહત્તમ ૧૨૫૦ રૂપિયા ચુકવવામા આવશે.આ ખર્ચ ઓડિટને આધીન રહેશે.શાળાએ આ યોજના હેઠળ ઈન્ટરનેટ કનેકશન લીધેલ છે કે નહી તેની ચકાસણી ડીઈઓ કચેરી દ્વારા કરવાની રહેશે.જે તે શાળાએ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ભાવપત્રક મેળવ્યા બાદ સેવા શરૂ કરવાની રહેશે.આ યોજના હેઠળ વણવપરાયેલ ગ્રાન્ટ નાણાકીય વર્ષના અંતે સરેંડર કરવાની રહેશે.આમ જિલ્લાકક્ષાએ સ્કૂલમાં થયેલ વપરાશના પ્રમાણપત્રો પણ શાળા પાસેથી મેળવી રેકોર્ડ રાખવાનો રહેશે.હાલ સરકાર દ્વારા દરેક સ્કૂલને જાન્યુઆરીથી માર્ચ સુધી ગ્રાન્ટ ફાળવવામા આવી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved