લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપી મેં કા બા… ફેમ સિંગરની મુશ્કેલીઓ શરૂ, પોલીસે ફટકારી નોટિસ

‘યુપી મેં કા બા’ ફેમ સિંગર નેહાસિંહ રાઠોડની હવે મુશ્કેલીઓ શરૂ થઇ ગઇ છે. જીહા, ઉત્તર પ્રદેશ પોલીસે મંગળવારે તેના વીડિયો દ્વારા લોકોમાં નફરત ફેલાવવા બદલ તેને નોટિસ ફટકારી છે. નેહા રાઠોડે તાજેતરમાં “યુપી મેં કા બા” ગીત ગાયું હતું. આ ગીતમાં નેહાએ કાનપુર દેહાતમાં બુલડોઝરની કાર્યવાહી અને તેમાં સળગી ગયેલી માતા-પુત્રીને લઈને યુપી સરકારને ટોણો માર્યો હતો. આ નોટિસમાં યુપી પોલીસે લખ્યું છે કે નેહાના ગીતે સમાજમાં “અસંવાદિતા અને તણાવની સ્થિતિ” ઉભી કરી છે. આ ગીત અંગે નેહા પાસેથી ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

નેહા સિંહ રાઠોડને મોકલવામાં આવેલી નોટિસ તેના ટ્વિટર અને યુટ્યુબ પર અપલોડ કરાયેલા વીડિયો ‘યુપી મેં કા બા સીઝન 2’ના સંબંધમાં આપવામાં આવી છે. કાનપુર પોલીસની એક ટીમ મંગળવારે રાત્રે કાનપુર (ગ્રામીણ)માં નેહા સિંહના ઘરે પહોંચી અને CrPCની કલમ 160 હેઠળ તેને નોટિસ આપી હતી. વાસ્તવમાં નેહાએ ટ્વિટર અને યુટ્યુબ પર યુપીમાં કા બા સીઝન-2 ગીત લોન્ચ કર્યું હતું, ત્યારબાદ તેને આ નોટિસ આપવામાં આવી છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં નેહાના ગીતના વીડિયોના કેટલાક ભાગ અંગે માહિતી માંગવામાં આવી છે, આ ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પોલીસે પૂછ્યું છે કે શું તમે વાયરલ થઈ રહેલા વીડિયોમાં છો, જો હા તો તમે વીડિયો અપલોડ કર્યો છે. પોલીસે એ પણ પૂછ્યું છે કે, યુટ્યુબ અને ટ્વિટર પર શેર કરવામાં આવેલો વીડિયો તમારી ચેનલ છે કે નહીં. પોલીસે એ પણ પૂછ્યું છે કે શું તેણે પોતે જ વીડિયોના ગીતો લખ્યા છે અને જો એમ હોય તો શું તે ગીતોના બોલ સાથે સંપૂર્ણ રીતે સંમત છે? જો તેણે ગીતો લખ્યા નથી, તો શું તમે ગીતકારની પરવાનગી લીધી હતી?” પોલીસે એ પણ પૂછ્યું કે શું તે સમાજ પર વીડિયોની પ્રતિકૂળ અસરથી વાકેફ છે.

નેહાના આ ગીતે યુપીના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. તેમને અલગ-અલગ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેના કેટલાક જૂના વીડિયો લાવીને કહેવામાં આવી રહ્યું છે કે નેહાએ ગાવાનું છોડી દીધું છે. નેહા પણ જવાબ આપે છે કે તે આ વસ્તુઓથી ન તો ડરશે અને ન તો અટકશે. હવે જનતાનો અવાજ બનીને તે યુપી ચૂંટણીમાં પાર્ટ 2 લઈને આવી છે. આ પછી પણ તે ભાગ ત્રીજો અને ચોથો ભાગ પણ લાવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જો જવાબ સંતોષકારક નહીં લાગે તો IPC અને CrPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.