હજારો વર્ષો પહેલાની સંસ્કૃતિ, ઈતિહાસની જાળવણી કરવામાં આવી રહી છે, ત્યારે કાણીયેલ ગામ ખાતે હજારો વર્ષ પુરાણી વાવ મળી આવી છે . અમદાવાદના દસક્રોઈ તાલુકામાં કાણીયેલ ગામ આવેલું છે. કાણીયેલ ગામની વસ્તી આશરે ચાર-પાંચ હજાર છે. ગામમાં ઘણા નાના મોટા મંદિર આવેલા છે. કાણીયેલ તળાવની બાજુમાં ખોડીયાર માતાનું એક નાનું મંદિર આવેલું છે.
ગ્રામજનોએ ભેગા મળી આ મંદિર મોટું બનાવવા વિચાર કર્યો. ખોદકામ કરતાં આશરે 15 ફૂટની નજીક એક અદભુત વાવનો નજારો જોવા મળ્યો. વધારે ખોદ કામ કરતા પૌરાણીક મૂર્તિઓ પણ મળી આવી.વાવની બાજુમાં એક મોટો કૂવો પણ જોવા મળે છે. ગામ લોકો આ વાવ જોઈ અચંબામાં પડી ગયા… કારણ કે ગ્રામજનોના વડવાઓ પણ કહેતા હતા કે હજારો વષો પહેલાની વાવ આપણા ગામમાં સમાયેલી છે..
ગામ લોકોએ આ વાવના દર્શન કરીને સૌથી પહેલા વાવની પુજા પણ કરી… સાથેસાથે આ બાબતે મામલતદારને પણ જાણ કરી. મામલતદારે ખોદકામ અટકાવી સૌથી પહેલા પુરાતત્વ વિભાગને કામ સોંપ્યું..હાલ પૂરાતત્વ વિભાગના અધિકારીઓ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો છે. રિપોર્ટ આવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યુ કે લગભગ 1000 કરતા પણ વધુ વર્ષ જૂના આ પથ્થરો હોઇ શકે છે.
ગામના લોકો આ વાવ મળી આવતા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવથી તેમના ગામનુ નામ રોશન થશે અને પ્રવાસીઓ પણ આ ગામ ખાતે વાવની મુલાકાત લેવા માટે આવશે. ગ્રામજનો કહી રહ્યા છે કે આ વાવ સોલંકી કાળના સમયની હશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved