લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં બીજી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થશે,જ્યારે ત્રીજી સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે

અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જેમાં શહેરના એસજી હાઈવે,ઘાટલોડિયા,સુભાષબ્રિજ,શાહીબાગ,નરોડા,એરપોર્ટ,નિકોલ, વાડજ,માધુપુરા,આશ્રમ રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.જ્યારે બીજીતરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે.આમ સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જેના અંતર્ગત પહેલી અને બીજી સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.જ્યારે બીજીતરફ 3 સપ્ટેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારબાદ 4થી સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટતા છુટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.ત્યારે પહેલી સપ્ટેમ્બરે ગીરસોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 6 ઈંચ,જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં 5 ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.આ સિવાય ઉમરગામમા 12 ઇંચ વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત વાપીમાં 6 ઇંચ,કપરાડામાં 3 ઇંચ વરસાદ થયો હતો,જ્યારે વલસાડ,પારડીમાં 2 ઇંચ તથા ધરમપુરમાં 1 ઇંચ વરસાદ થયો હતો.ઊંઝામાં 2 ઇંચ,જોટાણામાં 1 ઇંચ,સરસ્વતી અને સિદ્ધપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. વડગામમાં સવા 4 ઇંચ,પાલનપુરમાં સવા 3 ઇંચ,ડીસા પોણા 2 ઇંચ,લાખણી દોઢ ઇંચ વરસાદ થયો હતો.પોશીનામાં અઢી ઇંચ,તલોદ અને પ્રાંતિજમાં 2 ઇંચ,વિજયનગરમાં દોઢ ઇંચ,ઇડર અને વડાલીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.માલપુરમા 1 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો.કુંકાવાવમાં 2 અમરેલીમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે વડિયા,બગસરા,રાજુલા અને ચલાલા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.