લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમારે મુંબઇના ખારમાં ફલેટ ખરીદયો

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે મુંબઇના ખાર વિસ્તારમાંના એક બિલ્ડીંગના 19મા માળે એક ફ્લેટ ખરીદ્યો છે.જે ઘર 1878 સ્કે.ફૂટમાં ફેલાયેલો છે.ખારના જોય લીજન્ડ બિલ્ડિંગમાં આવેલા 19મા માળ પરના વૈભવી ફ્લેટની કિંમત રૂ.8 કરોડની આસપાસ છે.આ ફ્લેટ સાથે અક્ષયને 4 કારનું પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે.અક્ષય કુમારે પોતાની એક જુની પ્રોપર્ટી વેંચીને તેના સ્થાને નવા ફ્લેટમાં રોકાણ કર્યું છે.ડિસેમ્બર 2021માં અંધેરી વેસ્ટમાં અક્ષયે પોતાની એક ઓફિસ રૂ.9 કરોડમાં વેચી હતી.ત્યારપછી તેણે ખારમાં વૈભવી ફ્લેટ ખરીદ્યો છે.આ સિવાય ગોવા અને મોરેસિયશમાં પણ અક્ષયકુમાર પાસે કરોડોની પ્રોપર્ટી છે. બોલીવૂડમાં અક્ષયની ગણતરી સૌથી વધુ ફી લેનારા અભિનેતા તરીકે થાય છે.